Sunday, March 13, 2011

MY PAPA TRIBUTE TO YOUR JOURNEY


પરમ કૃપાળુ પરમાત્મા એ
પર્વતો પાસેથી મજબૂતાઈ લીધી ,
વૃક્ષો પાસેથી મીઠી મધુર છાયા ,
ઉનાળુ સવાર ના સૂર્ય પાસેથી હુંફ લીધી ,
શાંત દરિયા પાસેથી વિશાળતા ,
કુદરત પાસેથી ઉદાર આત્મા લીધો ,
નીરવ રાત્રી પાસેથી હુફાળો સાથ અને
સદીઓ પાસેથી ડહાપણ ,
પંખી ના રાજા ગરુડ પાસેથી પાંખો ની તાકાત લીધી ,
વસંત ઋતુ ની પ્રભાત પાસેથી આનંદ ની લેહરખી ,
વાવેલ બીજ પાસેથી વિશ્વસનીયતા લીધી ,
સનાતન મુલ્યો ની ધીરજ ને વિશાલ કુટુંબ પાસેથી સહનશીલતા ,
ત્યારબાદ પરમાત્મા એ બધાજ ગુનો એકત્ર કર્યા ,
અને જોયું કે હવે કશુજ ઉમેરવાનું બાકી નથી ,
ત્યારે જોયું તો એક ઉતમ કૃતિ ( MASTERPIECE) તૈયાર હતી ,
અને તેનું નામ રાખ્યું .....પિતા ,પાપા ,કે DADDY ... I LOVE U , પાપા ....
JAYENDRA RUPDA-November 26, 2010 ·

No comments:

Post a Comment