Monday, March 14, 2011


" મોહે પિયુ મિલન કી આશ.....

"આવો રે , આવો રે , આવો રે....સનમ પ્રાણપ્યારા....(૨)
સુણો રે , સુણો રે , સુણો રે.... મારા રાજદુલારા.....(૨)
કે મારાં તનમન માં, કે મારાં તનમન માં ,
ઉગ્યા છે સોણલા અતિપ્યારા! હો...અતિપ્યારા......

સાવ એક્લી ને અટુલી હુ તો ઉભી તારી વાટ જોતી,
આવ ઝરુખે મારાં , મિલન ને કાજે મારી આંખ રોતી...
કે મારા મન માં, ઉગ્યા છે સોણલા અતિપ્યારા ! હો...અતિપ્યારા......

કાલીઘેલી રઢિયાળી રાતડી ને ચાંદો ઉગ્યો મારે ગોખ ,
કરી ગઈ મુજ ઉર માં વાતડી ને ખુશી છલકે્ ચારે ચોક ,
કે મારા મન માં, ઉગ્યા છે સોણલા અતિપ્યારા ! હો...અતિપ્યારા......

નાચ નચાવતી મારી નથડી ને ફરે જો સકળ નાં લોક,
હોઠે ફુટી રે લજ્જા ની લાલી , મને મળવાં શાને રોક !
કે મારા મન માં, ઉગ્યા છે સોણલા અતિપ્યારા ! હો...અતિપ્યારા......

છલકે છે હૈયુ ને મલકે છે હોઠ રે, દીલ કેરા ટોડલે તુ નથી પાસ
કેમ રે મનાવુ ને કેમ સમજાવું રે, દીલ ને પિયુ મિલન કી આશ.
કે મારા મન માં, ઉગ્યા છે સોણલા અતિપ્યારા ! હો...અતિપ્યારા......"

- જયેન્દ્ર રૂપડા - ૦૯/૦૩/૨૦૧૧

COMEMNTS:

કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
હું બસ તારાં સુખની તમન્ના કરું છું.

તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.

આ સમજણ,આ વળગણ આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.

મને પામવા તૂં પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.

ઘણીવાર આ પ્રશ્નો જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

હવે જીતવાની મજા પણ મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.

-કિરણ ચૌહણ BY HARESH VAJA

સાવ એક્લી ને અટુલી હુ તો ઉભી તારી વાટ જોતી,.... nice...
"આઈનાની જેમ, હું તો ઉભી'તી 'સ્તબ્ધ',
ગયું કોઈ જરા મારામાં જોઈને." - મનોજ ખંડેરિયા

કોઇ એ કહ્યુ ,
ગુંથતા રહો સદા,
ગુંચ હોય કે ના હોય...........્જયેન્દ્ર ૦૧/૦૩/૨૦૧૧


No comments:

Post a Comment