
પ્રિયે ,
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું નમીએ થોડું ખમીએ અને
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
બને તો સુખ-દુખ માં એક બીજા ને કહીએ
"તમે ફિકર ના કરશો અમે તમારી સાથે છીએ !"
આવો તમે, તો પતંગ ને પણ સ્થિર રાખીએ ,
કાપવાનું બંધ કરી ને એક નવોજ સંકલ્પ લઈએ,
એકબીજાની સ્પર્ધા છોડીને એક બીજા ના પુરક બનીને રહીએ !
છો તમે તો આખું જગત છે અમારી સાથે ,
પછી શા માટે બીજાની ફિકર કરીએ !
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
-જયેન્દ્ર રૂપડા 15/01/2011
COMMENTS:
માણસ માણસ રમતા રમતા એક્બીજાને ગમતા શીખીયે
નીંદા બદબોઇ છોડીને એકબીજાના વખાણ કરીયેબની શકે તો તકલીફોમાં એકબીજાને મદદ કરીયે
માણસ માણસ રમતા રમતા એકબીજાને ગમતા શીખીયે ...SARLA SUTARIA
khamir vanta sarashtra na panota putra ane hun jemne amara
"RANK NU RATAN,,"EVA MURABBI SHI JAYENDRA BHI NU ,,,
NAVALU NAZRANU,,,wah jayendra bhi aapni aa sarjan shila thaki
banati kruti o ne joi mane anhad aanand aave chhe,,,
kahie to harakh ni heli aave chhe,,,
ma jagadamba aap par saday prasanna raho evi prarthna,,,,YUVRAJ
No comments:
Post a Comment