
એ વિજળી ના ઝબકારે જિતાય જવાય કદાચ જગત,
અને કયો ઋણાનુબંધ કયાં જઇને મહેંકે કોને ખબર .....
મસ્ત મજાની ભાંગ લઇને લલચાવે જગ નો ભોળીયો,
એનુ વિનાઆડંબર તાંડવ ન્રુત્ય ને નાચે મહાબળીયો....
સાથે રમીયે ,સાથે નાચીયે, જિંદગી બને મહેંક્તુ ફલક,
બમ બમ ભોલે નો નાદ વસે રગેરગ ને હર એક મલક!
વીરલા નાચે, હીરલા નાચે, નાચે વન ઉપવન ની વેલ,
તા તા થૈયા, તા તા થૈયા, નાદ ગુંજે આવી જા મારાં છેલ !
હુ તો નાચું જાણે બની ને મારા ભોળીયા ની પટરાણી....
જંગલ નાચે, બમ બમ બોલે, ડમરૂ નાદે, આજ ઉજામણી !
dedicated to mahashivratri and vasantotsav
- જયેન્દ્ર રૂપડા.....૦૨/૦૩/૨૦૧૧
No comments:
Post a Comment