Monday, March 14, 2011

DAUGHTERS


"દિકરી મારી હૈયા નો હાર"

કાલું કાલું બોલતી ને મીઠું મીઠું મરકતી ,હસતી ,
રુમ ઝુમ કરતી ઘર ને આંગણીયે ફર ફર ફેરા ફરતી,
રણઝણતી એની નાની ઝાંઝરીયો, છ્નછન નાદ ગુંજવતી,
મારે ઘર ને ઊંબરે આજે પણ સાદ કરતી તારી થાપલીઓ......

દિકરી મારી હૈયા નો હાર ને દિકરી મારા ઘર નો શણગાર,
તને મૈ જ્યારે વળાવી તારા સાસરીયે ને જતી તુ પિયુ ને દ્વાર...
મારી યાદ માં તુ વસતી ને તારી યાદો માં વસે તારો સંસાર,
મન ના માળવે તને કદી ના ઓછપ આવે એજ મારો ઉદગાર....

બસ હવે નથી લખાતું.... સૌ ની લાડ્લી જ્યાં હોય ત્યાં સુખી રહે...
રેખાજી તમારી દિકરી તરીકે ની લાગણી સદા જીવંત રહે....અસ્તુ....
-જયેન્દ્ર ૦૩/૦૩/૨૦૧૧

COMMENTSl

દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર…

દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઈ જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર
દીકરી મારી લાડકવાઈ. HARESH VAJA

"દિકરી હોવુ અને દીકરી હોવી બંન્નેવ ગર્વ ની વાત છે..."
પપ્પા તને બોલાવવા અવાજ લગાવશે મારા નામથી
ત્યારે તુ ત્યાજ પાસે ઉભેલી પામીશ મને
સાચે જ માઁ, વિદાય લઈને પણ વિદાય ક્યા થાય છે પુત્રી REKHA

No comments:

Post a Comment