
ગાનઃ "હૈયા નો કલરવ"
ગાવો રે ગાવો રે ગાવો રે મીઠાં ગીતડાં રે ,
આયો રે આયો રે આયો રે ફાગુન આયો રે...
મારી યાદો નો ભીનો વાયરો ઝીલવા........
એક કુવારી કલાવંતી કુંપળો નું શમણું જોયુ ....
ને જ્યા મેં વહેલી સવારે સવારે બારી ખોલી ને .....
કેસુડા નાં કેસરિયાં પાને પાને તમે યાદ આવ્યા......
મનભાવન, મન લુભાવન સાજણ સાંભરે રે
વ્રક્ષો ની વનરાજી ને માનેલી પ્રિત ના પલ્કારે રે ,
દાદાઓ ની સફેદી યે ને ભુલકાઓ ની પાનીયે રે,
યુવાન હૈયા ની તોફાની અદા યે તમે યાદ આવ્યા....
કોયલ ના કલરવે, ને કાબરો નાં કલકલ કલકલાટે,
પનિહારીઓ નાં બેડલે ને ગોવાળીયા ની ડાંગેડાંગે.
રંગભરેલી ગાયો ને રંગીન એના શીંગ ના શણ્રેગારે,
ભરત ભરેલાં કમખા ને ફુમતે , તમે યાદ આવ્યા......
ગાવો રે ગાવો રે ગાવો રે મીઠાં ગીતડાં રે ,
આયો રે આયો રે આયો રે ફાગુન આયો રે...
"ફાગણ ગીત કેસુડા નુ સંગીત" દરેક ભાત ના હૈયા માટે......
REQUEST : PLZ, COMMENT OR LIKE ONLY AFTER READING AND SINGING !
JAYENDRA RUPDA -05/03/2011 SAMVAT 2067 FALGUN SUDI 1 SATERDAY
62 COMMENTS AND 72 LIKES
No comments:
Post a Comment