
"એક નાની સી જિંદગાની ને એની નાની અમથી વાત!"
તોય કેવુ કેવુ ધબકારા મારે છે આ જિવન હેં......
ખબર છે કે કોઇ અહીં સાથે નથી આવવાનુ છ્તાંય...
એને વારંવાર પંપાળી ને પોતાના બનાવવાની આશ,
પોતાની આવડત થી વધારે મેળવવાની પ્યાસ,
જલ્દી જલ્દી ઘણું ઘણું જીવી લેવાનો મહોલાશ...
ને અહી તો ભાઇ,
આંસુ સુકાયા પછી મળવાં આવે એને સંબંધ કહીયે,
આંસુ આવે અને મળવાં આવે એને પ્રેમ કહીયે,
આંસુ આવે એ પહેલાંજ મળવાં આવે એને દોસ્તી કહીયે ,
કેમકે..........
દરેક ઘર ને સંબંધ ને સરનામાં તો મળતાંજ રહે છે ને રહેશે ,
પણ મનગમતાં સરનામે ઘર બની જાય , એને અમે જિવન કહિયે...
એને અમે જિવન કહિયે...એને અમે જિવન કહિયે...
જયેન્દ્ર રૂપડા-૧૬/૦૨/૨૦૧૧
No comments:
Post a Comment