
નાજુક ના....ઝુક.... હ્રદય.....
તોયે કેવુ છલકાતુ ને મલ કાતુ હોય છે....
નહિતર એને ક્યા છે નિસ્બત કોઇ ના આગમન નિગમન નો,
કરી જાય કોઇ ઘાયલ તો શરમાતુ હોય છે હ્રદય,
આપી જાય કોઇ વ્હાલ છતાય તડ્પતુ રહે હ્રદય,
મારે પુછવુ છે કુદરત ને કે શાને તે બનાવ્યુ હ્રદય!
જરાક અમથુ કોઇ એ સ્મિત આપ્યુ ને થયુ બાવરુ હ્રદય!
અને કોઇ જો હસી ને ચાલી નિક્ળે તો કરમાય જાય હ્રદય,
મને એજ સમજાતુ નથી કે શા કારણે કોઇ થી મળી જાય છે...
નાજુક ના....ઝુક.... હ્રદય....
જયેન્દ્ર રૂપડા..(૨૪/૦૧/૨૦૧૧)
COMMENTS:
પ્રેમ એ તો શ્વાસ છે,
તડપ એ તો ઉછ્છવાસ છે,
શું' સમજી બાવરું થાય છે..??
અમથા જ' સૌમાં ભળી જાય છે..!!
વ્હાલ થી ધબકી જાય છે,
સ્મિત માં સરકી જાય છે,
શરમ થી શાયરી થાય છે,
ઘાયલ થઇ ગમગીન થાય છે,
તોય..ધબકી જાય છે...!!!
નખરાળુ નાજુક દિલડું છે...
એ જ તો મારું મનડું છે......._આરતી (૨૪.૧.૨૦૧૧)
તડપ એ તો ઉછ્છવાસ છે,
શું' સમજી બાવરું થાય છે..??
અમથા જ' સૌમાં ભળી જાય છે..!!
વ્હાલ થી ધબકી જાય છે,
સ્મિત માં સરકી જાય છે,
શરમ થી શાયરી થાય છે,
ઘાયલ થઇ ગમગીન થાય છે,
તોય..ધબકી જાય છે...!!!
નખરાળુ નાજુક દિલડું છે...
એ જ તો મારું મનડું છે......._આરતી (૨૪.૧.૨૦૧૧)
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બેફામ BY BHOJUBHA
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બેફામ BY BHOJUBHA
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
- અમૃત ‘ઘાયલ’ BY HARESH VAJA
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
- અમૃત ‘ઘાયલ’ BY HARESH VAJA
No comments:
Post a Comment