
વૈશાખી વાયરામાં, આંબાની ડાળે, કોયલની
કૂંજનમાં, ટહુકે છે તારો પ્રેમ.
પાનખરમાં નવપલ્લવિત, કોમળ કૂંપળમાં,
ફોરી રહ્યો છે દિલમાં, તારો પ્રેમ.
શું કહું તને કે તારા હોવાથી મને મળી જાય છે
એક મીઠો ગુલાબી મસ્ત મજાનો તારો પ્રેમ ....
ના ના કરતો રહ્યો તોય તને મળતો રહ્યો ....
કોઈ ક્યાં હવે પાલવ ફેલાવે છે મને સમાવી લેવા...
વગર પાલવે અને વગર હૂંફે મળી રહ્યો છે
હરપળ હર સમય મને તારો પ્રેમ ......
FOR THOSE WHO LOVE INNOCENT LOVE AND FEELINGS -
JAYENDRA RUPDA December 26, 2010
No comments:
Post a Comment