
"આહ જિંદગી વાહ જિંદગી....."
"પુષ્પો બની ને મહેક્વું ને પાનખર માં પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખવું,
કોઇ નુ આંખો નુ અંજન બની ને રેહ્વુવુ ને સવાર સવારે ધોવાઇ જવુ,
આજ્ની રાતે પૂનમ થઇ ને પ્રકાશવું ને રેતા રેતા અમાસ ની કાલિમા વિલિન થવુ,
રેત થી ભરેલા રસ્તાઓ અને વંટૉળ થી ભરેલ હવાઓ માં સંભળાયા કરવુ!
શું જિન્દગી ની એજ રીત હશે કે સમય આવે સ્મરણ ની માલિપા વસવા જવુ?
પથદર્શક આ સંબધો ને નયનો નાં સોણલા સમા આયનાઓ આમાં ક્યાં "જયુ " ?
તારાં નામ ની આગળ દુનિયા જયારે લગાડ્શે સ્વ. ત્યારે સ્વ માં વસીશ કે "જયુ"?
બસ શોધતાં જ રહેશે બધાં પોતપોતાનાં સ્વ ને અને કાફીલા ની છેડે મળશે તુ "જયુ !"
શું જિન્દગી ની એજ રીત હશે !!!!!!!!!!!!!
INSPIRED BY ARTI"S POEM FOOLDANI -
"જયુ" જયેન્દ્ર રૂપડા ૦૧/૦૩/૨૦૧૧
No comments:
Post a Comment