Sunday, March 13, 2011


"ભીના વરસાદ ની ખુશ્બુ મોકલું છું
આંખો તો ખોલો તમને વાછટ મોકલું છું
ખીલી રહયાછે મસ્ત મસ્ત આપણી દોસ્તી ના પુષ્પો
લો છલકાતો ખોબો ભરી ને તમને
મારી યાદ મોકલું છું !
વરસાદ ની સાથે વરસી છે થીજી ગયેલા બરફ ની કહાની
બરફ તો શું તમને ઝીણા ઝીણા ફોરા મોકલું છું !
અમે ક્યાં કહ્યું હતું કે અમારા જ થઇ ને રહેજો ,
જાવ હવે હું તો બસ તમને મારી હવા માં ઝૂમતી દોસ્તી મોકલું છું !
અમને તો લાગી છે લાગણી બસ તમને મળવાની ,
જો લાગે તરસ તો કેહ્જો મારી સાથે મારી વ્હાલપ ની સુવાસ મોકલું છું !"
-જયેન્દ્ર રૂપડા...
Added October 4, 2010

No comments:

Post a Comment