Monday, March 14, 2011


"...... મળે ના મળે !......"
"તો યે કેવાં મલકતા , મલપતા ને મહાલતા રહયા આપણે સૌ..... ,
કે રાજા વગર ની પ્રજા નાં ઉત્સવ માં, શહેનાઇવાદન મળે ના મળે !

સરકતા સમય ને લાવ સાચવી ને ખિસ્સા માં રાખી લઉ.....,
આવતી કાલે આ સાંજ , આ ફાગણ , આ બહાનુ મળે ના મળે !

ખુશીઓ નો અને સુખ ની હિસાબ લગાવવા બેઠો સમી સાંજે.. ,
નફા તોટા નાં વહેવાર માં , રખે સંબધો નો તાળો મળે ના મળે !

બંધ મુઠ્ઠી માં છે , સારા જહાં ની વણ માંગેલી અકબંધ ખુશીઓ ..,
આવો થઇ ને ગમતાં નો ગુલાલ, પછી આ બંધમુઠ્ઠી મળે ના મળે !

છે જીવન કેરુ સત્ય ,રહસ્ય અને અનુસંધાન બસ એટલું જ......
જે કોઇ, કઇ, ક્યાંય , ક્યારેય , કદાચ , કવચીત ,મળે વધાવી લો ......
ફરી આ પળ ની મજા ,આ સબંધ ની શાતા , આ મૌસમ ની મસ્તી ,
આ મુલાકાત ની માસુમીયત , આ સુગંધ ની સુવાસ,મળે ના મળે !

INSPIRED BY LIFE AND REALTIONS PHOTO "LIFE & REALITY"

-જયેન્દ્ર રૂપડા - ૦૪/૦૩/૨૦૧૧

COMMENTS:

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો

બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ હું ચુપચાપ સહી ગયો..

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,

મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,

રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’ HARESH VAJA

दर्द की शिद्दत से जब बेहाल होंगे दोस्तो
तब भी अपने आपको हम गुदगुदाएँगे ज़रूर
बुलबुलों की ज़िन्दगी का है यही बस फ़ल्सफ़ा
टूटने से पेशतर वो मुस्कुराएँगे ज़रूर
आसमानों की बुलंदी का जिन्हें कुछ इल्म है
एक दिन उन पक्षियों को घर बुलाएँगे ज़रूर.
REKHA PATEL March 4 at 7:26pm

No comments:

Post a Comment