Sunday, March 13, 2011


"સુંદર મજાની સવાર , સરસ મજા ના મિત્રો નો પ્યાર ,
હંસી મજાક ની ઘડીઓ આવે ને વેહ્ચતા રહીએ વારંવાર ,
જીવન માં આપના ખુશી લાવી ને આવે હર એક વાર ,
મુબારક સહુ ને વર્ષ ૨૦૧૧ નો પ્રથમ શનિવાર
અને દરેક વાર તમને બધાને ઉતારે જીવન નૈયા ની પાર !"
-જયેન્દ્ર રૂપડા
December 31, 2010

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

- વિવેક મનહર ટેલર SHARED BY HARESH VAJA
January 1 at 6:04pm · ·
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે
SHARED BY MANISHA SHAH 1/1/11
પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,

ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે.

મુબારક સહુ ને વર્ષ ૨૦૧૧ BY HARESH VAJA

No comments:

Post a Comment