
દોસ્તો કી કહાની અપની જુબાની .....
મળતા રહ્યા બીછ્ડતા રહ્યા ફરી મળવા માટે ,
રાત રાત જાગતા રહ્યા ને દિન પડ્યે સોતા રહ્યા ,
વગર વાતે ને વગર કારણે લડતા ઝગડતા રહ્યા !
કોઈ આગળ ચાલ્યા તો ટાટિયા ખેચતા રહ્યા ને
કોઈ પાછળ રહી ગયું તો તમાચા થી બોલાવતા રહ્યા !
કોઈ એ કહ્યું હવે સુધરી જા જેને બધા બગડેલા કહેતા .
તો કોઈ કહે ચલ ને થોડું બગડીયે જેને બધા સુધરેલા કેહતા !
અજબ ની ની જિંદગી ને અજબ ની દોસ્તો ની કશ્મકશ ,
ઘણી વાર લાગ્યું કે બધા ને પસંદ કરાય પણ દોસ્તો ને ?
કેમકે ..............
પડ્યા હઝાર વાર તોય ચોટ લાગી નથી અમને ,
આ દિલ ના વેપાર માં ક્યાય ખોટ ખાધી નથી અમે ,
કે દોસ્તો નો દરોયો છે આ એવો ઘૂઘવતો લેહરાતો ,
જેમાં કાયમ ભરતી જ રહે છે ક્યારેય ઓટ આવી નથી !
આપણાં બધા ની દોસ્તી નો દરિયો તરબતર રહે એજ મનોકામના !
-જયેન્દ્ર રૂપડા (૦૩/૦૨/૨૦૧૧)
COMEMNTS:
આ તો નેટ નો વિસ્તાર છે દોસ્તો
દોસ્તી વિના સુનો સંસાર છે દોસ્તોદોસ્તો તો છે કંસારમા ગોળની જેમ
મુખવાસમાં એલચી છે દોસ્તો ....SARLA SUTARIA
No comments:
Post a Comment