Monday, March 14, 2011


"FOOT PRINTS"
"હું રોજ દરિયા કિનારે દરિયાના સંગાથે દરિયા ની મસ્તી માણવા,
દરિયા ની દરિયાદિલી ને મોજા ની મર્દાનગી ને માણતાં ચાલતો રહેતો !
અને બાજુ માં મારી જોતો રહેતો એમના પગલા ની છાપ !
AND I FEEL HAPPY કે વાહ પરમાત્મા હરકદમ રહે છે મારી સંગાથે!
એક દિવસ ઉગ્યો નિરાશાભરી ,ઉદાસી ભરી કિરણો ની સવારી લઇ ને ,
હું નીકળ્યો હમેશ મુજબ મારી ડગમગતી ચાલે દરિયાકિનારે ટહેલવા,
અને જોયું મારી બાજુ માં કોઈજ પગલાની છાપ નહોતી !
અને મેં ઉપર આકાશ માં જોઈ ને પોકાર કર્યો
"બસ ને પરમાત્મા આટલીજ તારી લાગણી ,આટલોજ તારો પ્રેમ,
આટલાજ તારા આશીર્વાદ , આજે હું જયારે સમય ના ઘા ને ઝીલવા
તારો આશરો તારા પગલા શોધું છું ને તું ગાયબ !
ત્યાં ઉપર થી ગેબી આવાજ સંભળાયો
" MY DEAR, DONT FEEL SAD AND LONELY હું તારી સાથેજ છું !
મારા પગલા નથી કેમકે
મેં તને તેડી લીધો છે એટલે એ પગલાની છાપ તારી નથી મારી છે !
આહ કુદરત વાહ કુદરત ! - UNKNOWN....
FRIENDS READ THIS CAREFULLY,,,.
JAYENDRA RUPDA 20/01/2011

COMMENT:
ન જાહની શકી જાનકીનાથ..
કે,
તું જ તો છે મારી "ભીતર"ની શક્તિ,
શાને રોજ કરું છું "મંદિર" માં ભક્તિ...??!!
શોધી રહ્યી તને સર્વે વસ્તી-વસ્તી...
તું તો હરપળ મારા "પ્રાણ"માં વસતી..!!!
ચાલી રહી આમ એકલી અટૂલી..??!!
કે ચાલી રહી તારી "આસ્થા"ની પગલી...!!! _આરતી (૨૨.૧.૨૦૧૧)

'સમંદર'

"મને ભીંજવવાની ઘેલછામાં
મારા પગલા સુધ્ધાં મીટાવી દીધા....
....જુઓ...પ્રકૄતિએ...!!",,,,,,,,,,,,,,,,,,,,,,,,...-મનીષ દેસાઇ.

આ જગત સાચું તને સમજાય, બદલી જો દિશા,
બહાર-ભીતર દુઃખ નહીં પડઘાય, બદલી જો દિશા.

એજ બીબાંઢાળ જીવન ને ક્યાં લગી જીવ્યા કરીશ ?
કઈક નવું તારા વડે સર્જાય, બદલી જો દિશા. REKHA PATEL

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું? RAJESH TANK

છે આજ પણ તામારા પગલાની છાપ આંગણમાં,
તારા પગરવના ભણકારા અમસ્તા ન હતા.
ભરીને બેઠો છું મારું ખાલી ઘર તમારી યાદોમાં,
અમારા ઘરમાં અમે સાવ એકલા તો ન હતા.

કહે છે જમાનો કે હવે બદલાઈ ગયા છીએ અમે,
અમારા ઘરમાં અમે આયનો રાખતા ન હતા.
છે આજ પણ મને એક સાથને દોસ્તી પડછાયાની,
તારા શહેરમાં અમે સાવ અજનબી તો ન હતા. HARESH VAJA

રેતના પગલાં તો ભૂંસાઈ જાશે ને ;
એક દરિયાનું મોજું આવી માનવી તારા અસ્તિત્વને સાથે લઈ જાશે..
.શીદને કરે છે માનવી તું ગુમાન..
મનની મનમાં રેતનાં પગલાં કાળની થપાટે ભૂંસાઈ જાશે. USHA PATEL


No comments:

Post a Comment