
"પ્રભુ મિલન ગીત"
"સુની છે મારી રાહ ને સુનુ મારુ મનડું પ્રભુ ,
સુના છે મારા ઘર ને સુનો લાગે સંસાર પ્રભુ ,
વાટ નિહારું હુ દિનરાત તારા આવન ની પ્રભુ ,
કણ માં દેખુ ,ક્ષણ માં દેખુ ,ક્યાં છુપાયો તું પ્રભુ !
મન પાંચમ નાં મેળા માં શોધી ને થાકી પ્રભુ ,
સુર સપ્તમ માં છે તુજ મિલન ની આશ પ્રભુ ,
છેડો નવરંગી ઓઢ્યો આજે, મળવા કાજ પ્રભુ,
ભીડ પડી છે મેઘ ધનુષી, ઉગારો હવે આપ પ્રભુ !
મારે તે આંગણે રોજરોજ ઘી ના દીવા થાય પ્રભુ.....
મારી કોરી કોરી છે અંતર મન ની આ પાટી પ્રભુ....
મારુ તનમન તરસે છે તુજ ર્પુણદર્શન કાજે પ્રભુ....
બેઠી હુ બનીઠની ને , કયારે મળવા આવશો પ્રભુ....
- જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
COMMENTS;
શોધે પ્રભુને,
સંસારમાં સૌ... પામે,'પ્રીત' અંતરે..
"મળે જો પ્રિત....
પ્રભુ ક્યાં છે દુર....
પ્રિત જ પ્રભુ .............જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧1
પ્રભુ ક્યાં છે દુર....
પ્રિત જ પ્રભુ .............જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧1
પ્રભુ તારું ગીત સંભળાયું છે
કર્ણપટે અથડાયું છે
પ્રભુ તારું ગીત સંભળાયું છે
એક કડી કાને પડી છે
શબ્દ બનીને ઉતરી છે પ્રભુ–
બીજ રૂપે ફૂલ્યું ફાલ્યું છે
વ્રુક્ષ બની લહેરાયું છે
બીજમાં અમી છૂપાયું છે
સત્યની ધારે સિંચાયું છે પ્રભુ–
વાયરાની સંગે ઝુમવું છે
મસ્તીમાં મન ભિંજાયું છે
ગીતના તાને ડોલ્યું છે
સૂરમાં તેનાં રેલાવું છે પ્રભુ===
પ્રેમનાં રસમાં પાવન છે
મોરલીનાં નાદે હરખે છે
હ્રદયમાં આસન માંડ્યું
અંગ અંગ પ્રસરાયું છે પ્રભુ—
ગીતમાં જ્યોત છુપાણી છે
ગીતની ગીતામાં ડુબવું છે
જાગીને જોંઉંતો શમણું છે
તારા સાન્નિધ્યે નરવું છે
પ્રભુ તારું ગીત સંભળાયું છે DEEPAK PATEL
કર્ણપટે અથડાયું છે
પ્રભુ તારું ગીત સંભળાયું છે
એક કડી કાને પડી છે
શબ્દ બનીને ઉતરી છે પ્રભુ–
બીજ રૂપે ફૂલ્યું ફાલ્યું છે
વ્રુક્ષ બની લહેરાયું છે
બીજમાં અમી છૂપાયું છે
સત્યની ધારે સિંચાયું છે પ્રભુ–
વાયરાની સંગે ઝુમવું છે
મસ્તીમાં મન ભિંજાયું છે
ગીતના તાને ડોલ્યું છે
સૂરમાં તેનાં રેલાવું છે પ્રભુ===
પ્રેમનાં રસમાં પાવન છે
મોરલીનાં નાદે હરખે છે
હ્રદયમાં આસન માંડ્યું
અંગ અંગ પ્રસરાયું છે પ્રભુ—
ગીતમાં જ્યોત છુપાણી છે
ગીતની ગીતામાં ડુબવું છે
જાગીને જોંઉંતો શમણું છે
તારા સાન્નિધ્યે નરવું છે
પ્રભુ તારું ગીત સંભળાયું છે DEEPAK PATEL
મન પાંચમ નાં મેળા માં શોધી ને થાકી પ્રભુ ,
સુર સપ્તમ માં છે તુજ મિલન ની આશ પ્રભુ ,
છેડો નવરંગી ઓઢ્યો આજે, મળવા કાજ પ્રભુ,
ભીડ પડી છે મેઘ ધનુષી, ઉગારો હવે આપ પ્રભુ !SARLAJI
સુર સપ્તમ માં છે તુજ મિલન ની આશ પ્રભુ ,
છેડો નવરંગી ઓઢ્યો આજે, મળવા કાજ પ્રભુ,
ભીડ પડી છે મેઘ ધનુષી, ઉગારો હવે આપ પ્રભુ !SARLAJI
મન તરસ્યું તને મળવા આજ;
ડૂબકી મારી ને મળ્યો તારો સાથ;;
તારા નામ ની ધૂની રે ધખવી;;
એક પણ પાપ ક્યાં રાખ્યું મેં બાકી;;
પ્રાયશ્ચિત કાજે ' હરી-દ્વાર ' હું આવ્યો;
પ્રાયશ્ચિત કાજે ' હરી-દ્વાર ' હું આવ્યો;
ના તે ખાલી હાથ કોઈને રાખ્યા;;
બાકી પરમેશ્વર અમે પાંચ ફૂટયા તારી શું વિસાતમાં.......RAJESHRI
No comments:
Post a Comment